શ્રી ઈ.ખો.ચાવડા ગ્રામ વિદ્યાપીઠ
logo

ઉચ્ચ અભ્યાસ અને રોજગારી

અભ્યાસની તકો
       સંસ્થામાં ત્રણ વર્ષનો B.R.S અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી MRS, MSW, MRM, MHRD, MA, MBA તેમજ Bed, GBTC, BPED, પત્રકાતત્વ તેમજ અન્ય યુનિવર્સીટીઓમાં વિવિધ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની તકો રહેલી છે.

રોજગારીના ક્ષેત્રો
       આ અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની તકો ઉભી થાય છે. તે માટે સંસ્થા દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે.આ અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ગ્રામ સેવક, તલાટી, વિસ્તરણ –અધિકારી, ઉદ્યોગ શિક્ષક, પ્રાથમિક તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક, સમજ કલ્યાણ અધિકારી, બેન્કોમાં, ખેતી વિભાગમાં સરકારી તેમજ અર્ધ સરકારી સંસ્થાઓમાં રોજગારી મળવાની તકો રહેલી છે. તેમજ સહકારી સંસ્થાઓમાં રોજગારીની વિશાળ તકો રહેલી છે. આ ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) નાણા ઉદ્યોગો, પ્રાઇવેટ બિયારણ, ખાતર, દવાઓ બનાવતી અને વેચાણ કરતી કંપનીઓમાં રોજગારી મળી રહે છે.તેમજ ગ્રામીણ ક્ષેત્રોમાં કાર્યકર (સામાજિક કાર્યકર) તરીકે કામ કરી શકે છે.આ અભ્યાસક્રમ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે ખેતી, બાગાયત, પશુપાલન જેવા ક્ષેત્રોમાં સ્વરોજગારની વિશાળ તકો રહે છે.