શ્રી ઈ.ખો.ચાવડા ગ્રામ વિદ્યાપીઠ
logo

વિશેષતાઓ

 1. છાત્રાલય અને સમૂહજીવન
     છાત્રાલય જીવનએ ચારિત્ર્ય નિર્માણનું ધરૂવાડિયું છે. છાત્રાલય જીવનમાં એકબીજાને સમજવા, સમૂહજીવનને વિકસાવવા માટેની ઉત્તમ તક  છાત્રાલય દ્વારા પ્રાપ્ત થાય છે. ઊંચ નીચના ભેદભાવ સિવાય બધાજ વિદ્યાર્થીઓ સાથે રહે છે. સાથે જમે છે અને સમૂહ જીવનનાં કામો કરે છે. તેમ કરતાં કરતાં તેમનામાં એકબીજાના સુખ દુઃખના સહભાગી બનવાની ભાવના કેળવાય છે.છાત્રાવાસ માત્ર રહેવા જમવાનું સ્થળ ન બને, પરંતુ જીવન ઘડતરનું કેન્દ્ર બને તે માટે ગૃહપતિ વિદ્યાર્થીની દરેક પ્રવૃત્તિમાં માર્ગદર્શક બને છે. ભોજનાલયની મોટા ભાગની વ્યવસ્થા વિદ્યાર્થીઓ જાતે સંભાળે છે. અને તે માટે મંત્રી મંડળ નીમવામાં આવે છે.અનાજ સફાઈ, ગૌશાળા સફાઈ, છાત્રાલય સફાઈ, પિરસવું વગેરે કામો ટુકડી પ્રમાણે વિદ્યાર્થીઓ કરે છે. દરરોજનું રાશન વજન કરીને આપવું, તેમના પત્રકો રાખવા, ખરીદી કરવી, માસિક ભોજન બીલ આકારવું વગેરે જવાબદારઓ દ્વારા વિદ્યાર્થીઓનું ઘડતર થાય છે. સવાર સાંજની પ્રાર્થના, કવાયત, રમત ગમત, મહેમાન સરભરા, બીમારની સારવાર, વિશેષ સફાઈ વગેરે અનેક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનું ઘડતર થાય છે.
 
 1. શૈક્ષણિક પ્રવૃતિઓ.
       સંસ્થામાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય, સ્વાવલંબી બને, શ્રમ સાથે શિક્ષણ, બુનિયાદી શિક્ષણના પાયાના સિધ્ધાંતોને ધ્યાનમાં રાખી વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થી સમાજમાં માનભેર સ્થાન પામી શકે અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે.
 1. ગૌશાળા
       કહાનવાડી ગ્રામ પંચાયત પાસે કોતર પરની ઢાળવાળી જમીન હતી. જેની ગૌશાળા માટે માપની કરતાં ગ્રામ પંચાયતે સંસ્થાને જમીન વાપરવાની પરવાનગી આપી.વિદ્યાર્થીઓએ શ્રમ કાર્ય કરી ઢાળવાળી જગ્યા પર ખોદકામ કરી ગૌશાળાના બાંધકામ માટે જગ્યા સમતળ બનાવી ‘ માઉથ ટુ માઉથ’ પ્રકારની પાકા મકાનવાળી ગૌશાળા બનાવવામો આવી. દેશી પશુઓની સુધારણા માટે તથા સવર્ધન માટે પ્રોત્સાહન આપતી ગુજરાત સરકારની ગૌશાળા વિકાસનો લાભ લઇ ગૌશાળાનો વિકાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.
       ગૌશાળા વિભાગના મુખ્ય હેતુઓ શિક્ષણ, સંવર્ધન, વિસ્તરણ સેવા, સંશોધન અને દૂધ ઉત્પાદનમાં સ્વાવલંબનના છે. અભ્યાસક્રમમાં પશુપાલનનાં જુદા જુદા પાસાંઓનો સૈધાંતિક તેમજ પ્રત્યક્ષ અભ્યાસ કરવામાં આવે છે. પશુપાલન અને દુગ્ધવિદ્યા વિષય માટે ગૌશાળા એક સમૃદ્ધ પ્રયોગશાળા સમાન છે. ચારા ખેતી, યોગ્ય પશુસંવર્ધન અને વ્યવસ્થાની દ્રષ્ટીએ ગૌશાળાને વધુ સંગીન બનાવવાના પ્રયત્નો સતત ચાલુ રહ્યા છે.
 1. લાઈબ્રેરી વિભાગ
વિદ્યાર્થીની લાઈબ્રેરીમાં અભ્યાસક્રમને અનુરૂપ પૂરતા પુસ્તકો વસાવવામાં આવ્યા છે. એમાં કૃષિ, પશુપાલન, બાગાયત, વિસ્તરણ, ગ્રામ વિકાસ, પર્યાવરણ,આરોગ્ય, ઈતિહાસ, અર્થશાસ્ત્ર, ગુજરાતી, હિન્દી, ઇજનેરી, નિબંધો, વ્યાકરણ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાનનું કુલ - ૬૨૦૫ પુસ્તકો છે. એ ઉપરાંત જરૂરિયાત મુજબ પુસ્તકોની ખરીદી કરવામાં આવે છે.આધુનિક શિક્ષણને અનુરૂપ ૫૬ જેટલાં દરેક વિષયને અનુરૂપ સામાયિકો મંગાવવામાં આવે છે. એમાં વિદ્યાર્થીઓને રોજગારલક્ષી, જનરલ નોલેજ, જાહેરાતોવાળા સામાયિકો, વાંચન, લેખન, કાવ્ય, ગદ્ય,પદ્યને અનુરૂપ પણ સામાયિકો મંગાવવામાં આવે છે.
લાઈબ્રેરીમાં પુસ્તકો મુકવા માટે પુરતા તિજોરી ટાઇપ ડબલ સાઇડવાળી તિજોરી વસાવવામાં આવેલ છે. તથા સિંગલ સાઈડ તિજોરી તથા કબાટમાં ફીટ કરેલ કાચથી મઢેલ કબાટની સગવડ પણ કરેલ છે. વધારાનું સાહિત્ય છાજલી ઉપર વ્યવસ્થિત ગોઠવી સાચવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને સમયસર ,નિયમિત, પુરતા પ્રમાણમાં પુસ્તકો મળી રહે તેની કાળજી રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓ બુકો લઇ ગયા પછી સમયસર જમા કરાવે તેની પણ કાળજી રાખવામાં આવે છે.
                                            
 1. શૈક્ષણિક પ્રવાસ
       સંસ્થાના FYBRS ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના ભાગ રૂપે કૃષિ યુનિવર્સીટીઓ, સંશોધન સંસ્થાઓ, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ તથા પ્રાચીન સ્થળો અને પર્યટક સ્થળોનો અઠવાડિક પ્રવાસ કરાવવામાં આવે છે.
 1. શૈક્ષણિક સેમીનાર
 • સંસ્થામાં ISTED - આણંદના સહયોગથી સજીવ ખેતી અંગેનો એક દિવસીય સેમીનારનું આયોજન કરી, વિદ્યાર્થીઓને સજીવ ખેતીથી માહિતીસભર કર્યા.
 • સંસ્થામાં ISTED - આણંદના સહયોગથી ઉદ્યોગ સાહસિકતા અંગેનો એક દિવસીય સેમીનારનું આયોજન કરી વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા અને ભવિષ્યમાં પોતાનો ઉદ્યોગ સ્થાપવા માટેની પ્રેરણા આપી.
 • સંસ્થામાં રેડક્રોસ સોસાયટી – આણંદના સહયોગથી થેલેસેમિયા રોગ અંગેનું વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રેડક્રોસ સોસાયટીના કર્મચારીએ થેલેસેમિયા મેજર અને માયનોર વિશે થતા થેલેસેમિયા મેજર રોગ ન થાય તે માટેનું માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ FYBRS ના વિદ્યાર્થીઓનું બ્લડ સેમ્પલ લઇ થેલેસેમિયા ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યું.
 • સંસ્થામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ભેટાસીના સહયોગથી રોગો અને સફાઈનું મહત્વ વિશે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ભેટાસીના ડૉ. કેતનભાઈ ગઢવી દ્વારા જુદા જુદા રોગો અને તેમાં સફાઈનું મહત્વ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ FYBRS ના વિદ્યાર્થીઓની મેડીકલ તપાસ કરવામાં આવી.
 • સંસ્થામાં સૃષ્ટી સંસ્થા – અમદાવાદના સહયોગથી ખેતી તથા માનવને ઉપયોગી પરંપરાગત ઉપચારો વિશે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૃષ્ટી સંસ્થા – અમદાવાદના અધિકારી દ્વારા ખેતીપાકમાં થતા જુદા જુદા રોગો અને તે રોકવા માટેની જુદી જુદી પરંપરાગત પદ્ધતિઓ તથા ખેડૂતો અને ગ્રામ્ય કારીગરો દ્વારા બનાવેલ ખેતીમાં ઉપયોગી  ઓજારો વિશે માહિતી આપી. વિદ્યાર્થીઓને પોતાના ગામની આજુબાજુના પ્રગતિશીલ ખેડૂત તથા ગ્રામ્ય કારીગરીની મુલાકાત લઇ આવી પદ્ધતિઓ તથા સુધારેલ ઓજારો વિશે માહિતી એકત્ર કરવા માટેની સર્વે કામગીરી સોપી.
 • સંસ્થામાં Department of Rural Studies – Surat ના ડૉ. દીપકભાઈ ભોયેના સહયોગથી ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે સંશોધન નિબંધ તૈયાર કરવા અંગે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.
 • GEDA સંસ્થા આમરોલના સહયોગથી ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો વિશે એક દિવસીય  કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં GEDA સંસ્થાના અધિકારીઓ દ્વારા પરંપરાગત સ્ત્રોતો  દ્વારા ચાલતા જુદા જુદા પ્રકારના સાધનો અંગે વિસ્તારથી સમજાવી, ઉર્જા બચત, ઉર્જાનું મહત્વ વગેરે વિશે માહિતીસભર કર્યા. અંતમાં પરંપરાગત સ્ત્રોતો  દ્વારા ચાલતા જુદા જુદા પ્રકારના સાધનોનું GEDA કેમ્પસ આમરોલમાં પ્રયત્ક્ષ નિરીક્ષણ કરી, સોલારથી ઉત્પન થતી વિદ્યુત ઉર્જાના પ્લાન્ટની મુલાકાત લીધી.
 
 1. શૈક્ષણિક મુલાકાત
       એફ.વાય.,એસ.વાય. અને ટી.વાય.ના વિદ્યાર્થીઓને આજુબાજુની શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન કેન્દ્રો, ગૌશાળાઓ, તાલુકા અને જીલ્લા પંચાયતો, અમુલ ડેરી, ખાતર કંપની, જમીન સંરક્ષણ સંસ્થા, વોટરશેડ મેનેજમેન્ટ સંસ્થા, આધુનિક પધ્ધતિઓથી ખેતી કરતા ખેડૂતો વગેરેની મુલાકાતો ગોઠવી પ્રત્યક્ષ અનુભવ આપવામાં આવે છે.