શ્રી ઈ.ખો.ચાવડા ગ્રામ વિદ્યાપીઠ
logo

એન.એસ.એસ.

  1. વર્ષ – ૨૦૧૮-૧૯ રિપોર્ટ
એન.એસ.એસ. યુનિટ.
      સંસ્થામાં એક એન.એસ.એસ. યુનિટ ચલાવવામાં આવે છે જે દર વર્ષે એક ગામ દતક લઇ ખાસ એન.એસ.એસ. શિબિર યોજવામાં આવે છે.
એન.એસ.એસ. શિબિરનો અહેવાલ
શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ સત્યાગ્રહ છાવણી વાસણા (બો.) સંચાલિત
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન
શ્રી.આઈ.કે.ચાવડા ગ્રામવિદ્યાપીઠ ,કહાનવાડી આયોજીત
એન. એસ. એસ. શિબિર
સ્થળ :- આમરોલ, તા.-આંકલાવ,જિ.-આણંદ
તા.- ૧૭/૦૧/૨૦૧૯ થી ૨૩/૦૧/૨૦૧૯

આયોજક શ્રી :- શ્રી રસિકભાઇ એલ. રાઠોડ
આચાર્યશ્રી. શ્રી ઈ. ખો. ચાવડા ગ્રામ વિદ્યાપીઠ, કહાનવાડી.

શિબિર સંચાલકો:-
૧. શ્રી. અશોકભાઈ એસ. પટેલ (પ્રોગ્રામ ઓફિસર N.S.S.)
૨. શ્રી. સુરતસિંહ આર.પઢિયાર (સહાયક પ્રોગ્રામ ઓફિસર)
૩. શ્રી. જયંતિભાઈ એમ. ગામિત (અધ્યાપક)
૪. શ્રીમતિ વનીતાબેન કે. પટેલ (અધ્યાપક)
૫. નટુભાઇ બી. સોલંકી (શ્રમ સંયોજક)
શિબિરનાશુભેચ્છકો -
૧. શ્રી. ગિરીશભાઇ  (સરપંચશ્રી)
૨. શ્રી. સુરેશભાઈ  (માજી સરપંચશ્રી)
૩. શ્રી. મનુભાઇ પુજાભાઈ પરમાર (સામાજિક અગ્રણી કાર્યકર)
૪. શ્રી. નરેન્દ્રભાઈ જે. પરમાર (આચાર્ય શ્રી. પ્રાથમિક શાળા)

વિદ્યાર્થીઓની સંખ્યા –૬૯ -એફ.વાય. બી.આર.એસ.
શ્રી આઈ.કે.ચાવડા ગ્રામ વિદ્યાપીઠ, કહાનવાડી
તા. ૧૭/૦૧/૨૦૧૯   ગુરુવાર,   દિવસ-૧.

૧૧:૦૦ કલાકે શિબિર સ્થળે જવા પ્રસ્થાન
૦૧:૦૦ કલાકે આમરોલ ગામે પ્રવેશ.
       શિબિર સ્થળે પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓનું સંમેલન કરી, શિબિર દરમિયાન થનારી પ્રવૃત્તિઓની ચર્ચા વિચારણા કરી, શિબિરાર્થીઓની જરૂરિયાત મુજબ જુદી-જુદી ટુકડીઓમાં વિભાજન કરી જરૂરી માર્ગદર્શન આપ્યું ત્યાર બાદ શિબિરાર્થીઓ લોક સંપર્ક માટે ગયા.
સાંજના ભોજન બાદ
       સાંજે ૮:૦૦ વાગેપ્રાર્થના સંમેલન, આગલા દિવસના કાર્યક્રમ માટે ડે. ઓફિસર અને અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી.
રાત્રે ૧૦ વાગે શયન.
તા. ૧૮/૦૧/૨૦૧૯   શુક્રવાર,   દિવસ-૨.
- સવારે ૫ કલાકે ઉત્થાન
- પ્રભાત ફેરી- પ્રાર્થના, સંમેલન, શૌચાદિ ક્રિયા
- ૭:૩૦ થી ૮ ચા-નાસ્તો
- ૮ થી ૧૧ સફાઈ, શ્રમ કાર્ય
- ૧૨વાગે બપોરનું ભોજન-વિરામ

શિબિર ઉદ્દઘાટન વિધિ
સમયઃ- બપોરે ૨:૦૦ થી ૩:૦૦ કલાકે

       વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન શ્રી. આઈ.કે.ચાવડા ગ્રામવિદ્યાપીઠ, કહાનવાડી ના એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓ દ્વારા ગામ આમરોલ તા.-આંકલાવ, જી.આણંદ ખાતે એન.એસ.એસ. શિબિર તા.૧૭/૦૧/૨૦૧૯ થી ૨3/૦૧/૨૦૧૯ સુધી યોજાયો હતો. શિબિર ઉદ્દધાટન પ્રસંગે પ્રા.શાળા આમરોલના વિદ્યાર્થીઓ તથા આચાર્ય શ્રી તેમજ સ્ટાફ મિત્રો, ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ દિપાવ્યો હતો. ગામના સરપંચશ્રી ગિરીશભાઈ, મનુભાઈ સામાજિક અગ્રણી કાર્યકર પ્રા.શાળાઆમરોલના આચાર્યશ્રી નરેન્દ્રભાઈ, બી.આર.એસ.કોલેજના આચાર્ય શ્રી રસીકભાઇ વગેરે એ દિપ પ્રગટાવી શિબિરનુંઉદ્દઘાટનકર્યુ હતું. આ પ્રસંગે શ્રી. ઈ. ખો. ચાવડા ગ્રામવિદ્યાપીઠના આચાર્યશ્રીએ સંસ્થાની માહિતી, એન.એસ.એસ. શિબિરનો હેતુ અને શિબિર દરમ્યાન થનાર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં પોગ્રામ ઓફિસર અશોકભાઈ એ આભાર વ્યક્ત કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સુરતસિંહપઢિયારે કર્યું હતું.
       ઉદ્દઘાટન સમારોહ પત્યા બાદ દરેક શિબિરાર્થીઓ તાં-૧૯/૦૧/૨૦૧૯ એ શનિવારે નેત્રનિદાન કેમ્પનું આયોજન થયેલ હોય બધા વિદ્યાર્થીઓ તેના પ્રચાર માટે આમરોલ ગામ-રામપુરા, સરસ્વતી નગર, ગણપતપુરા વગેરે ગામોમાં ગયા.
       સાંજે ૭:૦૦ થી ૮:૦૦ ભોજન.
       ૮:૩૦ થી સાંજની પ્રાર્થના સંમેલનમાં દૈનિક પ્રવૃતિઓનો અહેવાલ ડી.ઓ. તથા ટૂંકડી નાયકો તરફથી રજુ કરવામાં આવ્યો અને આવતી કાલે થનાર નેત્રનિદાન કેમ્પની તૈયારી કરી. સૌ નિંદ્દાધિન થયા.
તા. ૧૯/૦૧/૨૦૧૯   શનિવાર,   દિવસ-૩.
- સવારે ૫ કલાકે ઉત્થાન
- પ્રભાત ફેરી- પ્રાર્થના, સંમેલન, શૌચાદિ ક્રિયા
- ૭:૩૦ થી ૮ ચા-નાસ્તો
- ૮.૩૦ થી ૯.૩૦ નેત્ર નિદાન કેમ્પ ઉદ્દઘાટન સંમેલન
- ૧૦.૦૦ થી ૫.૦૦ નેત્ર નિદાન કેમ્પ
શ્રી ઈ.ખો. ચાવડા ગ્રામ વિદ્યાપીઠ, કહાનવાડી એન.એસ.એસ શિબિરના ભાગરૂપે આમરોલ ગ્રામમાં પ્રાથમિક શાળા આમરોલ તથા જે.ડી. દાવોલવાળા અને સી.એચ.સી. આંકલાવના સહયોગથી નેત્ર નિદાન તથા રાહત ભાવે ચશ્માં વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અમરોલ ગામ તેમજ આજુબાજુના ગામના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. કેમ્પનું ઉદ્દઘાટન જે.ડી. દાવોલવાળા ટ્રસ્ટના ટ્રસ્ટી અને સી.એચ.સી. આંકલાવના ડોક્ટર સાહેબના હસ્તે કરવામાં આવ્યું. કેમ્પમાં કુલ ૨૦૫ રાહત દરના ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું તેમજ મોતિયાના દર્દીઓને ઓપરેશન માટે અલગ તારવી વિના મુલ્યે મોતિયાના ઓપરેશનની સગવડ કરી આપી.
સાંજે ૫:૦૦ થી ૬:૦૦ મુક્ત સમય.
સાંજે ૭:૦૦ થી ૮:૦૦ ભોજન
       રાત્રે ૮:૦૦ વાગે સંમેલનમાં દિવસ દરમિયાન થયેલ પ્રવૃત્તિઓનો અહેવાલ ડે. ઓફિસર તથા ટૂંકડીનાયકોએ રજુ કર્યો. આગલા દિવસ ની પ્રવૃત્તિની જાણકારી આપી રાત્રે ૧૦:૦૦ વાગે છૂટા પડ્યા.

તા. ૨૦/૦૧/૨૦૧૯રવિવાર,   દિવસ-૪.
- સવારે ૫ કલાકે ઉત્થાન
- પ્રભાત ફેરી- પ્રાર્થના, સંમેલન, શૌચાદિ ક્રિયા
- ૭:૩૦ થી ૮ ચા-નાસ્તો
      
શ્રી ઈ.ખો. ચાવડા ગ્રામ વિદ્યાપીઠ, કહાનવાડીએન.એસ.એસશિબિરના ભાગરૂપે આમરોલગ્રામમાં સ્વચ્છતા અભિયાન.

       આજ રોજ તા.-૨૦/૦૧/૨૦૧૯ ના રોજ શ્રી ઈ.ખો. ચાવડા ગ્રામ વિદ્યાપીઠ, કહાનવાડીનાએન.એસ.એસશિબિરના ભાગ રૂપે આમરોલ ગામમાં જઈ પ્રાથમિકશાળા સામેનો રસ્તો, દુઘમંડળી, સહકારી મંડળીનો ચોક, પંચાયત વિસ્તાર, મંદિરની આજુબાજુ નો વિસ્તાર સ્નાન ઘાટ, જાહેર રસ્તાઓ વગેરેની સુંદર સફાઈ કરી સ્વચ્છ બનાવ્યા. આ અભિયાનને ગામ લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો અને ગામને સ્વચ્છ રાખવા તત્પરતા બતાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાપીઠનાસ્ટાફમિત્રો અને ગામના અગ્રણીઓનોખુબ સાચે સહકાર મળી રહેલ હતો.
      
       બપોરના ૩:૦૦ થી ૬:૦૦ કલાકેશિબિરાર્થીઓ આજુબાજુના ગામમાં લોક સંપર્ક માટે ગયા.
       સાંજના ભોજન બાદ સાંજના સંમેલનમાં આખા દિવસની પ્રવૃતિઓનો અહેવાલ ડી.ઓ. અને ટુંકડી નાયક દ્વારા રજુ કરવામાંઆવ્યા.
       રાત્રે ૧૦:૦૦ કલાકે શયન.

તા. ૨૧/૦૧/૨૦૧૯ સોમવાર,   દિવસ-૫.
- સવારે ૫ કલાકે ઉત્થાન
- પ્રભાત ફેરી- પ્રાર્થના, સંમેલન, શૌચાદિ ક્રિયા
- ૭:૩૦ થી ૮:૦૦ કલાકે ચા-નાસ્તો
       એન.એસ.એસ. શિબિરના ભાગરૂપે તા.૨૧/૦૧/૨૦૧૯ ના દિવસે પ્રથમ સેશનમાં સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ સુધી યોગ પ્રશિક્ષણના શ્રી સુરતસિંહપઢિયારેસૈધાંન્તિક અને આનુસંગિક કેટલીક પ્રત્યક્ષ ક્રિયાકલપ અને પ્રક્રિયાઓનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું. યોગના આઠ અંગો અંગે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિમાં પ્રાણના વહન પ્રક્રિયા પુરક, કૂભક અને રેચક તેમજ બંધ અને મુદ્રા વિશે છણાવટ કરી હતી. યોગમાં મનની સ્થિરતા, વિચારની સ્થિરતાને પ્રાણ સાથે શું સંબંધ છે તેની વિશેષતા સમજાવી હતી. યોગમાં કેટલાક મહત્ત્વનાઆસનોની પ્રત્યક્ષ પ્રક્રિયા દર્શાવી હતી અને આસનો પણ કરાવ્યા હતા.
  • બપોરે ૧૨:૦૦ વાગે ભોજન વિરામ
  • સેશન-૨. ૨:૦૦ થી ૪:૩૦
ઔદ્યોગિક સાહસિકતાસેમિનાર
       આ દિવસના સેશન-૨ માં આણદની    N.G.O. ના સંયોજક અને પ્રોજેક્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પ્રજાપતિ એ શિબિરાર્થીઓને ભવિષ્યમાં ઉપયોગી થાય તે માટે ઔદ્યોગિક સાહસિકતા કેવી રીતે વિકસાવવી,કયા કયાઉદ્યોગોવિકસાવી શકાય અને પોતે પગભર થઈ દેશના વિકાસમાં ભાગીદાર બની શકાય તે માટેનું ખુબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ માટે સરકારના પ્રયાસો, યોજના તથા પ્રશિક્ષણ કઈ રીતે મેળવવું. યોજનાનો કઈ રીતે અમલવારી કરવી તેના વિશે ખુબ સુંદર, સાહજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવી શિબિરાર્થીઓને જરૂરી ભાથું પિરસ્યું હતું. અંતે એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરે આભાર દર્શન કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો.

સાંજે ૫:૦૦ થી ૬:૦૦ મુક્ત સમય.
સાંજે ૭:૦૦ થી ૮:૦૦ ભોજન
       રાત્રે ૮:૦૦ વાગે સંમેલનમાં દિવસ દરમિયાન થયેલ પ્રવૃત્તિઓનો અહેવાલ ડે. ઓફિસર તથા ટૂંકડીનાયકોએ રજુ કર્યો. આગલા દિવસ ની પ્રવૃત્તિની જાણકારી આપી રાત્રે ૧૦:૦૦ વાગે છૂટા પડ્યા.

તા. ૨૨/૦૧/૨૦૧૯ મંગળવાર,   દિવસ-૬.
- સવારે ૫:૦૦ કલાકે ઉત્થાન
- પ્રભાત ફેરી- પ્રાર્થના, સંમેલન, શૌચાદિ ક્રિયા
- ૭:૩૦ થી ૮:૦૦ કલાકે ચા-નાસ્તો
સવારનું સેશન-૧.

       આજ રોજ તા.૨૨/૦૧/૨૦૧૯ ના રોજ આમરાલ ગામમાં આવેલ જુદા જુદામહોલ્લાઓ, શેરીઓ તથા નજીકનું ફળીયું સરસ્વતી નગર તથા ગામના રસ્તાઓનું સફાઈનું આયોજન કરેલ તે પ્રમાણે શિબિરાર્થીઓ દ્વારા ગામમાં જુદી જુદીટૂંકડીઓ પ્રમાણે જઈ આખા ગામમાં સફાઈ અભિયાન હાથ ધરેલ અને સ્વચ્છતા જળવાય રહે તે માટે ગ્રામ લોકો જોડે ચર્ચા વિચારણા કરી,ભિંતસૂત્રો લખ્યા. આ અભિયાનને સફળ બનાવવા માટે વિદ્યાપીઠનાસ્ટાફમિત્રોએ પૂરો સહકાર આપ્યો હતો.પ્રા.શાળાના આચાર્યે વિદ્યાર્થીઓ માટે ચા-નાસ્તાની સગવડ કરી હતી.
બપોરે ૧૨:૦૦ વાગે ભોજન-આરામ

સેશન-૨.

:૦૦ થી ૫:૦૦ બૌધ્ધિક સેશન
       આજના બૌધ્ધિકસેશનમાંશિબિરાર્થીઓનેબપોરના સંમેલન બાદ વિદ્યાપીઠના સ્ટાફ મિત્રો દ્વારા ર્શીર્ધવકૃત્ત્વ સ્પર્ધાનું આયોજન કરેલ. જેથી વિદ્યાર્થીઓ પોતે મૌલિક વિચાર રજુ કરી શકે, જાહેરમાં બોલવાના ગુણ વિકસે. આ સ્પર્ધામાં બધા જ શિબિરાર્થીઓએ ભાગ લાધો હતો. શ્રીમતી વનિતાબેન, શ્રી જયંતીભાઈ ગામીત, શ્રી સુરતસિંહ પઢિયારે નિર્ણાયકની ભૂમિકા અદા કરી હતી. અને ત્રણ વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કર્યા હતા. તેમને રોકડ પુરસ્કાર આપી સનમાનિત કર્યા હતા.
સાંજે ૫:૦૦ થી ૬:૦૦ મુક્ત સમય
સાંજે ૭:૦૦ થી ૮:૦૦ ભોજન
રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦- રાત્રી સંમેલનમાં આખા દિવસની પ્રવૃત્તિનો અહેવાલ ડે. ઓફિસર અને ટૂંકડીનાયકો દ્વારા રજુ કરવામાં આવ્યા. ત્યારબાદ શિબિરાર્થીઓ દ્વારા મનોરંજન કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો.
રાત્રે ૧૦:૩૦ વાગે શયન.
તા. ૨૩/૦૧/૨૦૧૯ બુધવાર,   દિવસ-૭.
- સવારે ૫:૦૦ કલાકે ઉત્થાન
- પ્રભાત ફેરી- પ્રાર્થના, સંમેલન, શૌચાદિ ક્રિયા
- ૭:૩૦ થી ૮:૦૦ કલાકે ચા-નાસ્તો

સવારનું સેશન-૧.

       આજ રોજ તા.૨૩/૦૧/૨૦૧૯ ના દિવસે એન.એસ.એસ. શિબિરના ભાગ રૂપે વિદ્યાર્થીઓને સફાઈ સાધનોમાં ઊભા ઝાડું બનાવવા શિખવાડવાનું હતું. જેથી સૌ શિબિરાર્થીઓને દર ટૂંકટીમાં વહેંચી દરેકને ઉભાઝાડું બનાવવાની સાધન  સામગ્રી આપી ત્યાર બાદ સ્વધ્યાપક શ્રી જયંતીભાઈ અને શ્રી અશોકભાઈએ ઊભા ઝાડું કેવી રીતે બનાવવું તેનો ડેમોકરાવ્યો. ત્યાર બાદ દરેક ટૂંકડીનેપ્રેક્ટીકલકરાવ્યું અને દરેક ટૂંકડીએ એક એકઝાડું તૈયાર કર્યું. આમ ૧૦ જેટલા ઊભા ઝાડું તૈયાર કરાવ્યા.
૧૨:૦૦ વાગે ભોજન.

સેશન-૨

       આજે સેશન-૨ માં વિદ્યાર્થીઓમાં સકારાત્મક ભાવના ખાલે તે માટે ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા-પર્યાવરણ-કુદરતી સૌંદર્ય વગેરે વિષયોઆવરી લઈ ચિત્ર સ્પર્ધા શરૂ કરી દરેક વિદ્યાર્થીઓએ સરસ મઝાના ચિત્રો દોર્યા. શ્રી સુરતસિંહ અને શ્રીમતિ વનિતાબેન એ નિર્ણાયકની ભૂમિકા અદા કરી અનુક્રમે ૧,૨,૩ નંબરે આવનાર વિદ્યાર્થીઓને રોકડ રૂપે આચાર્યશ્રી ના હસ્તે ઈનામ વિતરણ કર્યું. ત્યાર બાદ તૈયાર ચિત્રોનું પ્રદર્શન ગોઠવ્યું. બધાએ પ્રદર્શન નિહાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
સાંજે ૫:૦૦ થી ૬:૦૦ મુક્ત સમય
:૦૦ થી ૮:૦૦ ભોજન
:૦૦ થી ૧૦:૦૦ સાંજનું સંમેલન
       આજે શિબિરનો છેલ્લો દિવસ હોવાથી સૌ આનંદમાં હતા. સાંજના સંમેલનમાં વિદ્યાર્થીઓ શિબિર દરમિયાન થયેલ અનુભવોની વાત કરી, ગામ આગેવાનોએશિબિરાર્થીઓનેબિરદાવીયા અને છેલ્લે પ્રોગ્રામ ઓધિસરે ગામ જનો, પ્રા.શાળાના આચાર્ય તથાઅન્યનો આભાર માન્યો. આમ અમારી એન.એસ.એસ. શિબિર પૂર્ણ થઈ.