શ્રી ઈ.ખો.ચાવડા ગ્રામ વિદ્યાપીઠ
logo

વિશિષ્ટ દિન અને અન્ય ઉજવણી

વિશિષ્ટ દિન અને જાહેર તહેવાર ઉજવણી.

બી. આર. એસ. કોલેજ કહાનવાડીમાં ૧૫ મી ઓગષ્ટની ઉજવણી
તા. ૧૫/૦૮/૨૦૧૮
       ભારતીય રાષ્ટ્રીય તહેવારોમાં ૧૫મી ઓગસ્ટ એ આગવું અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જેનો ઈતિહાસ એની ગવાહી કરે છે. અને ભવિષ્યમાં પણ અચુક એની નોંઘ લેવાશે.
       આઝાદી પર્વ અને આઝાદી દિન તરીકે ઓળખાતા આ દિવસના પાયામાં આઝાદી અને સ્વતંત્રતા મેળવવા માટે આ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલ યોગદાનની ગાથાને યાદ કરી આપણે એના સિદ્ધાંતોને જીવનમાં ચરિતાર્થ કરી લોક કલ્યાણનાં કાર્યના ઢાળમાં ઢાળીએ એ સંદેશ છે.
       સંસ્થાના વિશાળ પ્રાંગળમાં સંસ્થાના તમામ વિભાગ સાથે સંકલન કરી આ પર્વને ખુબ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવ્યું. કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર સાથે હાજર રહી પર્વને દિપાવ્યું. કોલેજનાં વિદ્યાર્થીઓએ સમગ્ર ધ્વજ વંદનના કાર્યક્રમનું સ્વયં સંચાલન કર્યું
       ધ્વજ વંદન બાદ પ્રમુખ ના ઉધ્બોધન બાદ જુદા જુદા વિભાગવાર ઈનામ વિતરણ ની વ્યવસ્થા થઈ ત્યાર બાદ રમતગમત અને હરીફાઈ અને સ્પર્ધાઓની ક્રમવાર ગોઠવણ કરવામાં આવી સમગ્ર કાર્યક્રમના અંતે સૌએ સમૂહ ભોજન લઈ પર્વનો આનંદ માણ્યો.

બી. આર. એસ. કોલેજ કહાનવાડીમાં ૨૬મી જાન્યુઆરીની ઉજવણી
તા. ૨૬/૦૧/૨૦૧૯
       ગણતંત્ર દિન તરીકે ઉજવવાના આ રાષ્ટ્રિય પર્વને આપણે સૌ ભારતવાસી ખૂબ જ ઉત્સાહથી ઉજવીએ છીએ એનો મુખ્ય હેતુ અને ઉદેશ આપણા ગણતંત્ર ભારતના ઈતિહાસમાં થયેલી ભૂલો ન દોહરાય એ મૂળ હેતું છે.
       સંસ્થા-મંડળ દ્વારા સંચાલિત સંસ્થાકિય કેમ્પસમાં તમામ વિભાગોના વિદ્યાર્થીઓ અને કર્મચારી, અધ્યાપકો- શિક્ષકો અને ગામના વડીલો અને યુવા વર્ગ સૌના સાનિધ્યમાં આ એક સ્મરણશીલ પર્વની ઉજવણી કરવામાં આવી.
       વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં સંચાલિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું. ધ્વજ વંદન બાદ આનંદના પ્રતિક સભા મીઠાઈ વહેંચણી બાદ સૌ રમતગમત અને સ્પર્ધાના કાર્યક્રમોમાં બધા વિભાગવાર વહેંચાઈ ગયા. સમગ્ર કાર્યક્રમ ના અંતે સૌ સમુહભોજન લઈ કાર્યક્રમને વિસર્જનના પથ પર સૌ છૂટા પડ્યા.

બી. આર. એસ. કોલેજ કહાનવાડીમાં અભિમુખતા કાર્યક્રમ યોજાયો
તા. ૧૦/૦૮/૨૦૧૮
       રાષ્ટ્રીય કેળવણી મંડળ, બોરસદ સંચાલિત બી.આર.એસ. કોલેજ કહાનવાડી ખાતે રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા કોલેજના આચાર્ય રસિકભાઈ રાઠોડના માર્ગદર્શન મુજબ અભિમુખતા કાર્યક્રમ યોજાયો હતો.
       કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી થયો હતો. ત્યારબાદ જયંતિલાલ ગામિતે સંસ્થાની સ્થાપના, તેનો હેતુ અને અભ્યાસક્રમ બાબતે માહિતી આપી હતી પ્રોગ્રામ ઓફિસર અશોકભાઈ પટેલે એન.એસ.એસ. યોજના અને તેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. ઉપસ્થીત તમામ અધ્યાપકોએ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપેલ. સંસ્થાના આચાર્ય રસિકભાઈ રાઠોડે અભ્યાસક્રમની માહિતી સમજાવતા જણાવેલ કે આ અભ્યાસક્રમનો હેતુ સામાજીક કાર્યક્રમો તૈયાર કરવાનું અને તાલીમાર્થીઓને સ્વનિર્ભર બનાવવાનો છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરતસિંહ પઢિયારે કરેલ.
બી. આર. એસ. કોલેજ કહાનવાડીમાં પૂજ્ય ઈશ્વરભાઈચાવડા સાહેબના જન્મ દિવસની ઉજવણી
       શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ, બોરસદ સંચાલિત બી.આર.એસ. કોલેજ કહાનવાડીમાં સ્વાતંત્ર્ય સેનાની, કેળવણીકાર અને સમાજસેવક સ્વ.ઈશ્વરભાઈચાવડાસાહેબની ૧૦૫ માં જન્મ દિવસ પ્રસંગે ૨જી ઓક્ટોબરના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
       કાર્યક્રમની શરૂઅત વિદ્યાર્થીઓએ પ્રાર્થનાથી કરેલ. આ પ્રસંગે કોલેજના સ્ટાફના શ્રી અશોકભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, જયંતિભાઈ ગામીત, નટવરભાઈ સોલંકી, વનિતાબેન પટેલ, શિવાભાઈ વોરા, રમેશભાઈ સેનમા, સુરતસિંહ પઢિયાર વગેરેએ પુજ્ય શ્રીઈશ્વરભાઈ ચાવડા સાહેબના જીવન વિશેના વિવિધ પ્રસંગો વિશે જણાવેલ, તેમજ સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સેવક તેમજ કેળવણીકાર તરીકેની તેમની સેવાઓને બિરદાવી હતી. દાદાના જીવનમાંથી પ્રેરણા લેવા માટે સલાહ આપી.
       કાર્યક્રમના અંતે સુરતસિંહ પઢિયારે ભજનગાન કરીને કાર્યક્રમની પુર્ણહુતી કરેલ. સમગ્ર કાર્યક્રમનું એન.એસ.એસ.ના તાલીમાર્થી પ્રકાશ પટેલે કરેલ.

શ્રી ઈ.ખો. ચાવડા ગ્રામ વિદ્યાપીઠ કહાનવાડીમાં નર્મદ જયંતિની ઉજવણી
       શ્રી ઈ. ખો. ચાવડા ગ્રામ વિદ્યાપીઠ કહાનવાડી બી.આર.એસ.કોલેજ ખાતે તા.-૨૪/૦૮/૨૦૧૮ ના રોજ કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવારે કવિ નર્મદની જન્મ જયંતિની ઉજવણી કરી.
       કોલેજના આચાર્ય રસિકભાઈ રાઠોડ એ નર્મદના સામાજિક અને શૈક્ષણિક કાર્યોનો ચિતાર આપ્યો હતો તથા સુરતસિંહ પઢિયારે કવિ નર્મદના સાહિત્ય અને સામાજિક ઉત્કર્ષના કાર્યો અંગેની જાણકારી આપી હતી. અશોકભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમને ઓપ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી મકવાણા ભાનુપ્રસાદે કરેલ.
શ્રી ઈશ્વરભાઈ ખો. ચાવડા ગ્રામ વિદ્યાપીઠ કહાનવાડીમાં
મહિલાદિનની ઉજવણી
તા.૦૮/૦૩/૨૦૧૯
       બી. આર. એસ. કોલેજ કહાનવાડીમાં મહિલાદિની ઉજવણી કરવામાં આવી, કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાની કરવામાં આવી. આ પ્રસંગે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધેલ અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કેમ્પસ ડાયરેક્ટર ડો.મીનાક્ષીબેન જે. ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર અશોકભાઈ પટેલે કર્યું હતું.
બી. આર. એસ. કોલેજ કહાનવાડીમાં ૧૫૦ મી ગાંધી જન્મ જયંતિના ઉજવણીના ભાગ રૂપે
વક્તૃત્વ / સિધ્રવક્તૃત્વ / ચિત્ર-સ્પર્ધા

       બી.આર.એસ. કોલેજ એ સ્નાતક કક્ષાનો ગ્રામ વિકાસ અને ગ્રામ ઉત્થાનના હેતુને પૂરક અને પોષક અભ્યાસક્રમના હેતુને સિદ્ધ કરવા માટે વિદ્યાર્થી વિકાસ માટેની વિદ્યાર્થીને કેળવવા માટેના વિચારને વ્યક્ત કરવા માટે પોતાના ભાવ અને ઉર્મિને વ્યક્ત કરવા પોતાની વાત બીજાને સુંદર રિતે સમજાવવા માટે વાતચિત એક મહત્વનું અંગ છે એનો વિકાસ કરવો એ દરેક વ્યક્તિનું પ્રથમ કર્તવ્ય છે.
       કોલેજ-સંસ્થા પોતાના વિદ્યાર્થીને સારી રીતે કેળવવા સંસ્થામાં સમયાંતરે આવા વક્તૃત્વ વિકાસના કાર્યક્રમો યોજે છે. દરરોજ પ્રાર્થનામાં, સમુહ કાર્યક્રમમાં વિદ્યાર્થી સુંદર વાતચિત કરી શકે એ માટે અધ્યાપકો સતત કાળજી લેતા હોય છે, ઉપરાંત આવા વકૃત્વ સ્પર્ધાયોજી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપી વિદ્યાર્થિની ક્ષમતાઓને વિકાસાવવામાં મદદ કરે છે.
       વાતચીત તો સૌ કરી શકે છે પણ પોતાની વાત પોતાના પક્ષને સુંદર રીતે વ્યક્ત કરવું, રજુ કરવું એ શિખવવા માટે સંસ્થા દ્વારા પ્રયાસો થાય છે.
એન.એસ.એસ દ્વારા બી.આર.એસ કોલેજ કહાનવાડી કેમ્પસમાં
વૃક્ષારોપણ કાર્યક્રમ
તા. ૧૧/૦૯/૨૦૧૮
       વિશ્વ પર્યાવરણની સમસ્યાને વિચારવા માટે વૃક્ષ વાવેતર, વૃક્ષનું જતન અને વૃક્ષના વિકાસને લગતી સાવચેતી જરૂરી છે એ આપણા સૌની જવાબદારી છે.જંગલો, વૃક્ષો, સરોવર, તળાવ, નદી, સમુદ્ર સમગ્ર જળ સ્ત્રોત સમગ્ર જીવસૃષ્ટિ તેમજ જમીનનું સંરક્ષણ અને સંવર્ધન આપણા સૌની મોઘેરી અનિવાર્યતા છે. આપણે આમાં ક્ષતિ કરી તો ચોક્કસ આપણે એનું પરિણામ ભોગવવું પડશે. આજે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તે આવતી કાલે મોટો પહાડી રાક્ષસ આપણી સામે હશે જો આપણે પર્યાવરણ અંગે સજાગ ન રહીએ તો વાતાવરણના ઝેરી તત્વો સમગ્ર જીવ સૃષ્ટિનું હનન કરશે.
       આ સમસ્યાના નિવારણ માટે દિવાથી દિવો પેટાવવા સમાન અમારી સંસ્થા દ્વારા સંસ્થાના કેમ્પસ, જમીન અને રોડ-રસ્તા પર ૨૫૦૦ જેટલા વિવિધ પ્રકારના ફુલાઉ અને જંગલી તેમજ ઈમારતી વપરાશ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. માત્ર વૃક્ષ વાવવા માટે જ કાર્યક્રમ ન રહેતાં એનું જતન કરી આજે ૨૦૦૦ વૃક્ષને બચાવી શક્યા છીએ, એ આ કાર્યક્રમની મોટી ફુલાવૃત્તિ છે.

બી. આર. એસ. કોલેજ કહાનવાડીમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત
સેમિનાર યોજાયો

       બી.આર.એસ. કોલેજ કહાનવાડીમાંએન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર અશોકભાઈના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં આંકલાવ હાઈસ્કૂલના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. વિજયભાઈ ઠક્કરે શરીરના ત્રણ અંગો મગજ, મન અને હ્રદયની સ્વચ્છતા વિશે માહિતી આપી હતી તથા સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યુ હતું. જ્યારે કોલેજના આચાર્ય રસિકભાઈ રાઠોડે પ્રાસંગિક પ્રવચન કરેલ, અંતે સુરતસિંહ પઢિયારે આભારવિધિ કરેલ.