Click here to download these details in the Word file
૧. ઉમેદવારે સરકારશ્રીના સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગરના તા.૧૩/૮/૨૦૦૮ તથા તા.૧૮/૦૩/૨૦૧૬ના સરકારી ઠરાવ ક્રમાંક સીઆરઆર/૧૦/૨૦૦૭/૧૨૦૩૨૦/ગ-૫ થી નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેજીક જ્ઞાન ધરાવતા હોવા અંગેનું માન્ય તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર/માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સીટી અથવા સંસ્થામાં ડીગ્રી કે ડીપ્લોમાં અથવા સર્ટીફીકેટ કોર્ષ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડીગ્રી કે ડીપ્લોમાં અભ્યાસક્રમ કોમ્પુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધો.૧૦/૧૨માં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોવા જોઈએ.આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે.પરંતુ આવા ઉમેદવારોએ નિમણુક સત્તાધિકારી સમક્ષ કોમ્પુટર બેજીક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણુક મેળવતા પહેલા અચૂક રજુ કરવાનું રહેશે.અન્યથા નિમણુક સત્તાધિકારી આવા કિસ્સામાં ઉમેદવારની પસંદગી “રદ” કરી શકશે.
૨. નાણા વિભાગના તા.૧૮/૧/૨૦૧૭ના ઠરાવ ક્રમાંક: ખરચ/૨૦૦૨/૫૬/પાર્ટ ૨/ઝ/૧ ની જોગવાઈ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર મળવા પાત્ર થશે.વધારાના કોઈ જ ભથ્થા મળવા પાત્ર નથી.
૩. આ જગ્યા પર નિમણુક પામનારે ગ્રામવિદ્યાપીઠ સંસ્થાના કેમ્પસ પર ફરજીયાત રહેવાનું રહેશે અને અધિકૃત અધિકારીની પરવાનગી વગર મુખ્ય મથક છોડી શકાશે નહિ.
૪. આ જગ્યા પર નિમણુક પામનારે સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા તા.૨૧/૪/૯૪ના ઠરાવથી ગ્રામવિદ્યાપીઠના કર્મચારી માટે નિયત થયેલ આચાર સંહિતાનું પાલન કરવાનું રહેશે અને તે માટેનું બાહેંધરી પત્ર નિમણુક મેળવતા પહેલા આપવાનું રહેશે.
૫. પાંચ વર્ષ માસિક ઉચ્ચક પગારની નોકરી પૂર્ણ થયે તેમની કામગીરીની સમીક્ષા કર્યા પછી યોગ્ય જણાયેથી મંજુર થયેલ પગાર ધોરણમાં લઘુત્તમ પગારમાં નિમણુક આપવામાં આવશે.પરંતુ આવા ઉમેદવારે અગાઉ કરેલ પાંચ વર્ષની નોકરી સેવા વિષયક કોઇપણ હેતુ અર્થે ધ્યાને લેવામાં આવશે નહિ. તેમજ મંજુર પગાર ધોરણવાળી નોકરી સાથે જોડવામાં આવશે નહિ.
૬. આ જગ્યા હેઠળ નિમણુક પામનારને નિયત પગારમાં સમાવ્યા તારીખથી સરકારશ્રીના નાણા વિભાગના તા.૧૮/૩/૨૦૦૫ના ઠરાવ ક્રમાંક : નપન-૨૦૦૩-જીઓઆઈ-૧૦-પી તથા આનુંસગિક ઠરાવોને આધીન નવ વર્ધિત પેન્શન યોજના લાગુ પાડવામાં આવશે.
૭. જો આ ગ્રામવિદ્યાપીઠમાં સંખ્યા ઘટે અથવા અન્ય કોઈ કારણસર ગ્રામવિદ્યાપીઠ બંધ થાય તો આ યોજના હેઠળ નિમણુક પામેલા કર્મચારીઓને છુટા કરવામાં આવશે અને તેને ફાજલનું રક્ષણ મળી શકશે નહિ.
૮. આ જગ્યા હેઠળ નિમણુક પામનારને સમાન સંવર્ગના અધિકારી/કર્મચારીએ જે ફરજો બજાવવાની થતી હોઈ તેવી ફરજો બજાવવાની રહેશે.તે માટે કચેરીમાં જે સમય નિયત હોય તે પ્રમાણે કચેરીમાં હાજરી આપવાની રહેશે. તેમજ પ્રાઇવેટ પ્રેક્ટિસ કે અન્યત્ર પાર્ટટાઇમ નોકરી કરી શકશે નહિ.જાહેર રજાના દિવસોએ પણ સરકારની/સંસ્થાની કામગીરીની જરૂરિયાતોને અનુલક્ષીને ફરજ બજાવવા જણાવવામાં આવે તે મુજબ ફરજ બજાવવાની રહેશે.
૯. આ જગ્યા હેઠળ નિમણુક પામનારને પાંચ વર્ષ દરમ્યાન દરમ્યાન વાર્ષિક ધોરણે ૧૨ પરચુરણ રજા,જાહેર રજા અને ગ્રામવિદ્યાપીઠના વેકેશન સિવાયની કોઈ પણ પ્રકારની રજા મળવા પાત્ર થશે નહિ.તે સિવાય અન્ય રજા ભોગવશે તો રજાનો પગારની કપાત કરવાની રહેશે.મહિલા કર્મચારીઓના રજાના નિયમો મુજબ પ્રસુતિ રજાઓ મળવા પાત્ર થશે.
૧૦.પાંચ વર્ષના સમયગાળાના ઉચ્ચક વેતનથી નિમણુક પામેલ કર્મચારીને સંસ્થાના મહેકમ ઉપર સમાવિષ્ટ માટેનો કોઈ હક્ક પ્રાપ્ત થશે નહિ.
૧૧.ઉમેદવારે અજમાયશી સમયગાળા દરમ્યાન સા.વ.વિ. નાં તા. ૩૦/૦૯/૨૦૦૬ નાં ઠરાવ ક્રમાંક પરચ/૧૦૨૦૦૫/૧૫૩૨/ક ની જોગવાઈ મુજબ કોમ્યુટર કૌશલની પરીક્ષા પાસ કરવાની રેહશે.
૧૧.સરકારશ્રી તરફથી વહીવટી હિતમાં બીજી કોઈ પણ જરૂરી શરતો નક્કી થાય તે બંધન કરતા રહેશે.
શૈક્ષણિક લાયકાત –
૧. અધ્યાપક (કૃષિ) : એમ.એસ.સી (એગ્રી) ૫૫ % ગુણ અથવા એમ.આર.એસ. ૫૫ % ગુણ
૨. અધ્યાપક (ભાષા) અંગ્રેજી : એમ.એ. ૫૫% ગુણ (અંગ્રેજી)
૩. શ્રમ સંયોજક : બી.આર.એસ પ્રથમ વર્ગ અથવા બી.એસ.સી (એગ્રી) પ્રથમ વર્ગ
પરીક્ષા પધ્ધતિ :
રાજય સ૨કા૨શ્રીના સામાન્ય વહીવટ વિભાગના તારીખ. ૮/૧૧/૨૦૨૩ના ઠરાવ ક્રમાંક ભરત/૧૦૨૦૨૩/૬૩૮૯૭/ક થી સીધી ભરતીથી ભરવા માટે ઠરાવેલ પરીક્ષા પધ્ધતિ અનુસા૨ પરીક્ષા એક તબકકામાં MCQ-OMR/MCQ-Computer Based Response (CBRT) પધ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા Part-A અને Part -B એમ બે ભાગમાં લેવામાં આવશે.
PART-A
ક્રમ |
વિષય |
ગુણ |
૧ |
તાર્કિક કસોટીઓ તથા Data Interpretation |
૩૦ |
૨ |
ગાણિતિક કસોટીઓ |
૩૦ |
|
કુલ ગુણ |
૬૦ |
PART-B
ક્રમ |
વિષય |
ગુણ |
૧ |
બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્સન |
૩૦ |
૨ |
સબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો |
૧૨૦ |
|
કુલ ગુણ |
૧૫૦ |
૧. Part -A માં કુલ ૬૦ પ્રશ્નો અને Part -B માં કુલ ૧૫૦ પ્રશ્નો એમ કુલ ૨૧૦ પ્રશ્નો પુછવામાં આવશે. Part-A અને Part -B બંને માટે સંયુકત રીતે કુલ ૩ કલાક (૧૮૦ મિનિટ) નો સમય આપવામાં આવશે.
ર . Part -A અને Part -B નું સ્વતંત્ર (અલાયદું) Qualifying Standard રહેશે.
૩. ઉમેદવારે બધા જ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. ખોટા જવાબ દીઠ, છેકછાક વાળા કે એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરેલ જવાબદીઠ કે જવાબ ન આપેલ હોય તેના મેળવેલ ગુણમાંથી ૦.૨૫ ગુણ કમી કરવામાં આવશે. એટલે કે નેગેટીવ માર્ક લાગુ પડશે. દરેક પ્રશ્નના જવાબમાં એક વિકલ્પ “E” Not attempted રહેશે. ઉમેદવા૨ કોઈ પ્રશ્નના જવાબ ન આપવા ઈચ્છતા હોય તો આ વિકલ્પ પસંદ કરી શકશે. અને તેના માટે કોઈ નેગેટીવ માર્કસ લાગુ નહીં પડે.
૪. સ્પર્ધાત્મક પરીક્ષાના Part -A અને Part -B ના બંને માટે સ્વતંત્ર ૪૦% Qualifying Standard ૨હેશે. તેથી ઓછું Qualifying Standard નકકી ક૨વામાં આવશે નહી.
૫. સ્પર્ધાત્મક પરીક્ષાના Part –A અને Part -B ના બંને કુલ ગુણ ૨૧૦માંથી સૌથી વધુ ગુણ (૫રંતુ બંનેમાં ૪૦% ગુણ હોવા જરૂરી) હશે તેવા ઉમેદવાર પસંદગીને પાત્ર બનશે. તેનાથી બીજા ક્રમના પ્રતિક્ષા યાદીમાં રહેશે.
અભ્યાસક્રમ :
વિષય : અધ્યાપક (કૃષિ)
ક્રમ |
વિષય |
ગુણ |
૧ |
બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્સન |
૩૦ |
૨ |
વિષય સંબંધિત અભ્યાસક્રમ |
૧૨૦ |
| ૧. ખનીજ અને ખડકની વ્યાખ્યા,ખડકો ના પ્રકારો,જમીન બનાવતા પરિબળો (ખડકો અને ખનીજોનું અપક્ષય અને તેના પ્રકારો) જમીનના ઘટકો અને કાર્યો, જમીનના અગત્યના ભૌતિક ગુણધર્મો જેમાં જમીનનું પોત-રેતી, ક્રાફ્ટ, માટીના ગુણધર્મો, જમીનનો બાંધો તેના પ્રકારો, જમીનના બાંધાનું ખેતીમાં મહત્વ. ૨. સેન્દ્રીય ખાતરોના લાભ તથા મર્યાદાઓ, છાણીયું ખાતર ચડવાની ક્રિયાને અસર કરતા પરિબળો, ઉત્તમ છાણીઓ ખાતર બનાવવાની રીત, રાસાયણિક ખાતરોની વિશેષતાઓ (લાભ) અને આડ અસરો (ગેરલાભ), જુદા જુદા રાસાયણિક ખાતરો અને તેના પોષક તત્વો ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ અને ખાતરો આપવાની પદ્ધતિઓ જૈવિક ખાતરોના લાભાલાભ, જૈવિક ખાતરોના પ્રકારોની સમજ. ૩. ગુજરાત રાજ્યના કૃષિ હવામાન ઝોન અને તે પ્રમાણે પાક વ્યવસ્થા, પાક ઉત્પાદનની ઓછી ખર્ચાળ કેબિન ખર્ચાળ પદ્ધતિઓ. ૪. જમીન, પાણી, છોડ વચ્ચેના પારસ પારિક સંબંધની પાક ઉત્પાદન ઉપર અસર, બીજનો અર્થ,ઉત્તમ બીજ ના લક્ષણો, સારા બીજ ના ફાયદા, બીજમાં ઉજતનો અર્થ, ફાયદા, બીજ માવજતની પદ્ધતિઓ, ફોર્મ્સનો અર્થ, પ્રકારો અને તેની ઉપયોગીતા. ૫. કીટક નિયંત્રણની સમજ, પ્રકારો, પદ્ધતિઓ તથા કુદરતી કીટક નિયંત્રણ, રાસાયણિક કીટક નિયંત્રણ-વ્યાખ્યા, લાભ તથા આડઅસરો ૬. વનસ્પતિ રોગ તથા વનસ્પતિ રોગ વિજ્ઞાનનો અર્થ, વનસ્પતિ રોગના કારકોની ટૂંકમાં સમજ, વનસ્પતિ રોગના લક્ષણો. ૭. ધાન્યવર્ગના પાકો ,રોકડિયા પાકો, કઠોળવર્ગના પાકો વગેરેની ખેત પદ્ધતિઓ ,નિંદણો, તેના પ્રકારો અને તેને નિયંત્રણ કરવાના ઉપાયો. ૮. ખેતીના પ્રકારો, ખેતી સાથે સંકળાયેલ વિવિધ સરકારની યોજનાઓ અને સંસ્થાઓ, ૯. પ્રાકૃતિક ખેતી |
|
વિષય : અધ્યાપક (ભાષા ) અંગ્રેજી
ક્રમ |
વિષય |
ગુણ |
૧ |
બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્સન |
૩૦ |
૨ |
વિષય સંબંધિત અભ્યાસક્રમ |
૧૨૦ |
| ૧. History of English Literature ૨ English Grammar ૩. Research Methodology in English Literature ૪. About English Skills – Reading, Writing, Comprehension ૫. Writers and their Works. |
|
વિષય:: ગૃહપતિ । સિનિયર ક્લાર્ક / શ્રમ સંયોજક
ક્રમ |
વિષય |
ગુણ |
૧ | જનરલ વિભાગ (સામાન્ય જ્ઞાન ) 1. ગુજરાતનો ઇતિહાસ 2. ભૂગોળ અને સંસ્કૃતિ ૩. ભારતનું બંધારણ 4. રમત ગમ્મત 5. સામાન્ય જ્ઞાન 6. ટેસ્ટ ઓફ રિજનિંગ 7. પર્યાવરણ 8. જાહેર વહીવટ 9. સરકારી યોજનાઓ 10. પંચાયતીરજ અને ડિજાસ્ટર મેનેજમેન્ટ 11. ગાણિતિક કસોટીઓગુજરાતી સાહિત્ય અને વ્યાકરણઅંગ્રેજી વ્યાકરણ |
૩૦ |
૨ |
જગ્યાની તાંત્રિક જાણકારી અને ગ્રામ વિદ્યાપીઠ શિક્ષણ, બુનિયાદી તાલીમ, નઈ તાલીમ |
૧૨૦ |
સામાન્ય શરતો :
૧. ગ્રામવિદ્યાપીઠ માટેની આચાર સંહિતાનો અભ્યાસ કરી તે પ્રમાણેની તૈયારી હોય તે જ અરજી કરે.
૨. ઉમેદવારે અરજીપત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા, પ્રમાણપત્રોની ચકાસણી સમયે અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા ઉમેદવારી જે તે સમયે જ રદ ગણાશે.
૩. સરકારશ્રીની ભરતી માટે કોઈ પણ વિભાગ દ્વારા ગેરલાયક ઠરેલ ઉમેદવારો અરજી કરી શકશે નહિ.
૪. ઉમેદવારે અરજીપત્રકમાં બતાવેલ કોઈ પણ વિગત અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજુ કરેલ જન્મ તારીખ,શૈક્ષણિક લાયકાત, વય, જાતી અનુભવ વિગેરેને લગતા ભવિષ્યમાં કોઈ પણ સમયે ચકાસણી દરમ્યાન ખોટા માલુમ પડશે તો તેની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આવા ઉમેદવારની ઉમેદવારી અને નિમણુક રદ કરવામાં આવશે.
૫. પસંદગી પામેલ ઉમેદવારે નિમણુક અધિકારી ઠરાવે તે શરતોને આધીન નિમણુક મેળવવાને પાત્ર થશે.
૬. ભરતી પ્રક્રિયા અંગે રાજ્ય સરકાર જે નિયમો ઘડે તે બંધન કરતા રહેશે.
૭. ઉમેદવારે અરજી સાથે ૧૦૦ રૂપિયા પ્રોસેસ ફી નો ડીડી આચાર્યશ્રી ઈ.ખો.ચાવડા ગ્રામ વિદ્યાપીઠ કહાનવાડીના નામનો જોડવાનો રહેશે.
૮. નિયત શૈક્ષણિક લાયકાત અને ફી સિવાયની અને સમય મર્યાદા પછી આવેલ અરજી ગ્રાહ્ય રહેશે નહિ.
અરજી કરવાનું સરનામું:
મંત્રીશ્રી, શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ,
સત્યાગ્રહ છાવણી, મુ.બોરસદ ,
તા.બોરસદ, જી.આણંદ. પીન -૩૮૮૫૪૦
Click here to download these details in the Word file